(૧)
એક પંખીનોય માળો જો જુદો થૈ જાય છે,
વૃક્ષનો માહોલ સઘળોયે સુનો થૈ જાય છે.
આ દીવસનો માર એને પણ પડે છે, જોઈ લ્યો
સાંજ પડતાં તો સુરજ રાતો–પીળો થૈ જાય છે !
આની–તેની સામે ઉંચા સાદથી બોલી શકે,
કેમ એ સ્વર આઈના સામે ધીમો થૈ જાય છે ?
કેમ ઓળંગી શકું મારા અહમ્ ને હું સ્વયમ્ ?
જેમ ઉંચો થાઉં, થોડો એ ઉંચો થૈ જાય છે !
રાજ કરવા ઈચ્છતો સુબો થઈ મન પર અને–
એક પળમાં ભાંગી ભુક્કો મનસુબો થૈ જાય છે !
કૈં ગઝલ ધરબેલી છે અકબંધ હૈયામાં ‘સુધીર’
જાઉં જ્યાં અવતારવા, કાગળ ભીનો થૈ જાય છે !
(૨)
ચાલ, ઉભો થા ને રજ ખંખેરી નાંખ,
મન પર ચોંટી સમજ ખંખેરી નાંખ.
ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને–
એક હો કે હો અબજ, ખંખેરી નાંખ.
રાતને પણ પ્રેમથી માણી શકાય
તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાંખ.
નાદમાં તું પુર્ણરૂપે વ્યક્ત થઈ
શબ્દની સઘળી ગરજ ખંખેરી નાંખ
જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’
કોઈ જુઠી તરજ ખંખેરી નાંખ
સુધીર પટેલ
(સુધીરભાઈના ત્રણ ગઝલસંગ્રહો ‘નામ આવ્યું હોઠ પર એનું અને..’, ‘મુંગામંતર થઈ જુઓ’ તથા તાજેતરમાં ‘ઉકેલીને સ્વયંના સળ’ પ્રગટ થયા છે.)
E-Mail: Sudhir.Patel@flextronics.com
Sudhir Patel,7504 Double Springs Court, Charlotte, N.C. 28262 USA.

મારી જેમ ૩-૩ ગઝલ સંગ્રહ આપી ચૂકેલી કલમના સામર્થ્ય, ક્ષમતા કે વેધક્તા વિષે જે કહેવાનું મન થાય તે એટલું કે,ઉડીને આંખે વળગે એવી બન્ને ગઝલની કોઇ એક પંક્તિને અલગ તારવીએ તો બીજીને અન્યાય કરી બેસીએ,એવી સુંદર ગઝલ લખાઈ છે….-અભિનંદન મિત્ર!
બંને ગઝલ ખૂબ જ સુંદર છે, સુધીરભાઇ.
વિચારોની ગહનતા હ્ર્દયને સ્પર્શી જાય છે.
અભિનંદન !
Sudhir bhai is a noted poet with good grip on gazals.Both gazals on this blog are thought-provoking and with depth.Second sher of second gazal is fantastic.
Sudhirbhai, in first gazal if “MATLA” has both Ukarant Kafias,it is better if all kafias are Ukarant. This makes the gazal a SHUDDH Gazal.Otherwise if the Sani and Ula mishra in Matla depict alternatively Ukarant and Ikarant kafia,all liberty is available in the gazal.This is what Gazal-Pandits say.I am not Pandit and I enjoyed both the gazals from deep of my heart.
CONGRATS.
Kirtikant Purohit.
Congrates. Khubaj saras.