(૧)
એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી.
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચુલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
ફૂંક મારી તું હવાને આટલી દોડાવ ના,
ધુળ છે કે મ્હેંક એનો ભેદ પરખાતો નથી.
ડાળથી છુટું પડેલું પાંદડું પુછયાં કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભુલાતો નથી?
એક માણસ ક્યારનો આંસુ લુછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રુમાલ દેવાતો નથી.
ભીતરી આખરી સફર પર ચાલવાની છે મઝા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.
––––––––––––––––––––––––––––––––––––––
(૨)
મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.
કોરું કપાળ લઈ પુછે વીધવા થયેલી સાંજ,
અવસાન સુર્યનું ને કશે ખરખરો નહીં ?
એવું બને કે હું પછી ઉંચે ઉડયા કરું,
પાંખોમાં મારી એટલાં પીછાં ભરો નહીં.
ક્યારેક ભયજનક વહે અહીંયા તરસનાં પુર,
મૃગજળ કીનારે વ્હાણ તમે લાંગરો નહીં.
હું મ્હેંક, પર્ણ, છાંયડો, માળો દઈ શકું,
પણ આપ મુળથી મને અળગો કરો નહીં.
–ગૌરાંગ ઠાકર
(સંપર્કઃ બી–૧૩, શુકન એપાર્ટમેન્ટ, સહજધામ રૉ હાઉસ સામે, અડાજણ–સુરત, ફોન-ઘર: ૦૨૬૧–૨૭૩૫૫૩૪. ઈ મેઈલઃ gaurang_charu@yahoo.com

મારા બહુ જ માનીતા મનનના વીચારોની બહુ જ સરસ ઉપમા સભર અભીવ્યક્તી.
એકે એક શેર સરસ છે. જો કે, ક્યાંક વાંચતાં લય તુટતો લાગે છે. એના જ્ઞાતા જ એ વીશે કહી શકે.
પણ લય શું? ને લીપી શું ? ભાવ, ભાવ અને બસ ભાવ જ..
બસ બે જ ગઝલ ? તરસ ઉઘડી ત્યાં જ…
વાહ ! વાહ ! ભાઈ ગૌરાંગને અભીનંદન.. સાચે જ, બધા જ શેર ચોટદાર છે.. પણ બહુ ગમ્યા તે–
એક માણસ ક્યારનો આંસુ લુછે છે બાંયથી,
આપણાથી તોય ત્યાં રુમાલ દેવાતો નથી.
♦●♦
હું મ્હેંક, પર્ણ, છાંયડો, માળો દઈ શકું,
પણ આપ મુળથી મને અળગો કરો નહીં.
કેવી સચોટ અભીવ્યક્તી !
ધન્યવાદ..ઉ.મ..
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચુલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
wow! I like this she’r… beautiful
એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી.
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચુલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
ફૂંક મારી તું હવાને આટલી દોડાવ ના,
ધુળ છે કે મ્હેંક એનો ભેદ પરખાતો નથી.
ડાળથી છુટું પડેલું પાંદડું પુછયાં કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભુલાતો નથી?
આ પંક્તીઓ બહુ જ મજાની છે. સર્જકને ઝાઝા કરીને ધન્યવાદ !
એક માણસ ક્યારનો આંસુ લુછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રુમાલ દેવાતો નથી.
કોરું કપાળ લઈ પુછે વીધવા થયેલી સાંજ,
અવસાન સુર્યનું ને કશે ખરખરો નહીં ?
વાહ…બંન્ને ગઝલ સર્વાંગ સુંદર.
ખુબ સરસ. ધન્યવાદ.
ડાળથી છુટું પડેલું પાંદડું પુછયાં કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભુલાતો નથી?
bhitar ni vat
ane kevi sahaj abhivyakti !
khub saras,
abhinandan…..
Both are nice gazals.
Sudhir Patel.
ડાળથી છુટું પડેલું પાંદડું પુછયાં કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભુલાતો નથી?
એક માણસ ક્યારનો આંસુ લુછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રુમાલ દેવાતો નથી.
કોરું કપાળ લઈ પુછે વીધવા થયેલી સાંજ,
અવસાન સુર્યનું ને કશે ખરખરો નહીં ?
hraday sparshi