એક દીવસ સવારે નવ વાગ્યે અમારા પાડોશીએ ઘરમાં ડોકીયું કરીને પુછી લીધું; ’તમારો ફોન બગડેલો છે ?’ અમને એમનો પ્રશ્ન સાંભળીને તીવ્ર આશ્ચર્ય થયું. કારણ કે આગલી રાતે મોડે સુધી હાલતો, ચાલતો, બોલતો ફોન સવારે જ મુંગો બની ગયો હતો..
આઠ વાગ્યા સુધીમાં એકેય વાર એની મધુરી ઘંટડી રણકી નહીં એટલે અમે (અહીં, અને હવે પછી પ્રત્યેક ઠેકાણે ‘અમે’ નો અર્થ હું અને મારી પત્ની એવો સમજવો) સમજી ગયાં હતા કે આજે ટેલીફોન માંદગીની રજા પર છે. (કામચોર કર્મચારીની જેમ એ કયારેય પોતાની રજા અગાઉથી મંજુર કરાવતો નથી….જો કે, ટેલીફોનની આ રીતે કામચોર કર્મચારી સાથે સરખાવવામાં પહેલાને અન્યાય થાય છે. કારણ કે એ કામ પર હોય છે ત્યારે સેવા આપે જ છે, જયારે બીજો તો સેવામાં હોય ત્યારે પણ રજા જ ભોગવતો હોય છે !) અમારો ટેલીફોન બગડી ગયાની જાણ પાડોશીને થઈ એ પરથી સમજી શકાય કે અમારો ફોન સેવામાં હોય છે ત્યારે કેટલો કાર્યરત રહે છે ! મેં પૂર્વે નોંધ્યું તેમ ફોન બગડે ત્યારે અમને એ જલદી રીપેર થાય તેની ઉતાવળ હોતી નથી. પરંતુ ફોન બગડેલો હોય ત્યારે જેમના કામ અટકી પડે તેવા મીત્રો તરફથી જે આક્ષેપો અને ફરીયાદો સાંભળવા મળ્યા તે અત્યંત રોમાંચક હતા. કોઇ લાંબો સમય અને ઘણા દીવસો સુધી ફોન ન ઉંચકે કે જવાબ ન આપે તો મને એ સમજવામાં વાર નથી લાગતી કે એમનો ફોન બગડયો છે. હવે અઠવાડીયા પછી જ મુલાકાત થશે ! હમણાં ત્રણ–ચાર વખત મારો ફોન બગડયો, આવું બને ત્યારે મેં બગડવાનું અટકાવી દીધું છે. (ભારતમાં રહેવું હોય અને લાંબુ જીવવું હોય તો આ એક જ ઉપાય છે, જે થાય તે સાક્ષીભાવે જોયા કરો !)
સામાન્ય રીતે ફોન બગડે ત્યારે યોગ્ય સમયે એની જાતે જ ચાલુ થઈ જાય છે. ત્રણ ત્રણ દીવસ સુધી મારા સુધી પહોંચવામાં નીષ્ફળ ગયેલા મીત્રો (અને શત્રુઓ પણ ખરા ! હું કંઇ અજાતશત્રુ નથી.) રૂબરૂ મળ્યા ત્યારે જે ફરીયાદ કરી તે રોમાંચક અને રમુજ પ્રેરે તેવી હતી. એકે કહ્યું; ‘ શું સાહેબ, આખી સવાર લાંબી લાંબી વાતો જ ચાલ્યા કરે. જરા બીજાનો તો ખ્યાલ કરો !’ બીજાએ તો ઉંચા અવાજે ગંભીર ઠપકો આપીને જ વાતની શરૂઆત કરીઃ ’શું તમે પણ ભણેલા ગણેલા થઇને આખો દીવસ ફોન બાજુ પર મુકી રાખો છો ! વાત ન કરવી હોય તો ફોન લીધો શા માટે ?’ ત્રીજો વળી સૌથી આગળ વધી ગયો ; સર, ગઈ કાલે સાંજે છ વાગ્યાથી ટ્રાય કરતા હતા. તમે રાત્રે દસ વાગે પણ ઘરે નહોતા પહોંચ્યા એટલે સમજી ગયો કે, બહેન સાથે “તારે જમીં પર” જોવા ગયા હશો. હવે છેલ્લું અઠવાડીયું છે ને એટલે….‘ (તમારો ફોન બગડેલો હોય તો યે સામેવાળાની રીંગ સંભળાય….પછી એ અટકળ શરૂ કરે!) અન્ય એક મીત્રનો ખ્યાલ હતો કે ત્રણ–વાર દીવસ અમે માથેરાન કે સાપુતારા ફરી આવ્યા.(વર્ષા ૠતુનો આનંદ માણવા !)
સાચું પુછો તો, ફોન બગડે એટલે ઘરમાં જ માથેરાન, સાપુતારા અને મહાબળેશ્વર જેવા તમામ પ્રવાસધામો આવીને વસ્યાં હોય તેવું લાગે. થોડાંક વર્ષો પુર્વે ફોન બગડે એટલે હું ઉંચોનીચો થઈ જતો, જે મળે તેને કમ્પલેઈન નોંધાવવા વીનંતી કરતો.(એક વાર ફોલ્ટ–રીપેરની ફરીયાદ નોંધતા ઓફીસરે મારો ફોન ચાલુ કરાવીને પહેલો પ્રશ્ન એ પુછયો હતો કે; આપનો ફોન ચાલુ થઇ ગયો ને ? ઓકે. ફાઇન. હવે મને એ કહો કે આપ છો કોણ ? શું કરો છો ? બે કલાકમાં સાડત્રીસ જુદી જુદી વ્યકતીઓએ તમારો ફોન બગડયાની ફરીયાદ બુક કરાવી છે !) હવે એ દીવસો ગયા. ફોન બગડી જાય તો હું પહેલા જેટલી ચીંતા કરતો નથી. છેલ્લી વાર જ્યારે ફોન બગડીને બેઠો હતો ત્યારે અમે ત્રણેક દીવસ તો શાંતીથી ખેંચી કાઢયા. પછી વીચાર્યું કે ત્રણ દીવસનું વેકેશન પુરતું છે. હવે પાછા કામે લાગીએ ! અમે ફોલ્ટ રીપેર સર્વીસ માટે ફોન જોડયો….સતત વ્યસ્ત મળ્યા કરે. બીજા બે દીવસો સુધી અમે એમના સુધી પહોંચવામાં નીષ્ફળ ગયા ! (કદાચ એમનો પોતાનો જ ફોન બગડી ગયો હોય એવું ન બને ? ટેલીફોન બગડયો છે તેવી ફરીયાદ સ્વીકારનારનો જ ફોન બગડી જાય તો શું થાય ? એમનું ‘વેકેશન’ શરૂ થાય !) છેવટે, એમના ઉપલા અધીકારીને વીનંતી કરી. એમણે ખુબ જ વીવેકથી સાંભળીને થોડાક કલાકોમાં જ અમારી શાંતી સમાપ્ત કરી દીધી. ફોન ચાલુ થઈ ગયો. મેં વળતો વીવેક દાખવીને સાહેબનો આભાર માની લીધો. મેં એમની સાથે વાત પુરી કરીને જેવો ફોન મુકયો કે ત્રીજી જ મીનીટે ફરી અમે જ્યાં હતાં ત્યાં આવી ગયા ! પછી તો નકકી કર્યું કે ટેલીફોન બગડવાને કારણે પ્રાપ્ત થતો શાંતીયોગ મન ભરીને માણવો. સામે ચાલીને ઉપાધીને આમંત્રણ આપવું નહીં !
ટેલીફોન બગડવાના શ્રેષ્ઠ લાભો મેં પ્રાપ્ત કર્યા છે. ફોન બંધ હોય તે દીવસોમાં રાત્રે દસ વાગ્યે ઉંઘી જવાનો નીયમ હું પાળી શકું છું. અન્યથા , રાત્રે અગીયાર સુધી ટેલીફોનના માધ્યમથી કોઈને કોઈ દરવાજે ટકોરા મારતું રહે છે. મોડી રાત્રે ઉંઘમાંથી ઉઠાડી મને કહેવામાં આવે; ‘કાલે કૉન્વોકેશનનું ફોર્મ ભરવાનો છેલ્લો દીવસ છે, પ્લીઝ મારી દીકરી માટે એક ફોર્મ લેતા આવશો….’ અને ફોન કરનાર છેલ્લે ફોર્માલીટી ખાતર પુછે પણ ખરો ; ’સૉરી, મેં આપની ઉંઘ તો નથી બગાડી ને !’ અને આપણે સ્મીત સાથે કહેવાનું હોય ; ’ના રે ના, અમે તો જાગતા જ હતા ! આપના ફોનની રાહ જોઈને !) ક્યારેક સવારે સાડાપાંચ વાગ્યે (થયું કે પછી આપ ઓફીસે જવા નીકળી જાઓ એટલે વહેલી સવારે જ પકડી લઈએ !) ક્યારેક બપોરે બે વાગ્યે તો ક્યારેક મોડી રાત્રે બે વાગ્યે ( હૉટલ પૅરૅડાઇઝ ? બે એ.સી. રૂમ મળી શકશે ?) ફોનની રીંગ વાગ્યા કરે અને તમારે જાગ્યા કરવાનું! ટેલીફોન બગડવાનો રોકડો ફાયદો ; શાંતી, નીરવ શાંતી, મનને ઉદ્વેગ પહોંચાડે એવી વાતોથી દુર, બ્લડ પ્રેશર ઉંચું થઇ જાય તેવી ચર્ચાઓ બંધ, પરીવારના સભ્યો સાથે પ્રત્યાયન માટે પુરેપુરો સમય પ્રાપ્ય. ટેલીફોન ચાલુ હોય ત્યારે નીરાંતે જમી ન શકાય, મહેમાનો સાથે વાત ન થઇ શકે, પોતાની સાથે (આત્મ સંભાષણ) વાતો કરવી હોય તો તે પણ શક્ય ન બને.
વારંવાર બગડતા રહેતા ટેલીફોને મને એક વાત સમજાવી છે કે માણસે શાંતીથી જીવવું હોય તો સ્વેચ્છાએ ટેલીફોનના ઉપયોગ પર સંયમ કેળવવો જોઈએ. હું એક મીત્રને ઓળખું છું જે સવારે કોઈના ફોન રીસીવ કરતાં નથી. (જે વાત કરવાની હોય તે રાત્રે, મારી સવાર બગાડવાની જરૂર નથી !) આખું રાષ્ટ્ર સપ્તાહમાં એકવાર યાંત્રીક વાહનોનો ઉપયોગ બંધ રાખે (પ્રત્યેક નાગરીક પોતાને ગમતો એક દીવસ નકકી કરીને તે દીવસે વાહનનો ઉપયોગ ન કરે) એવું સુચન એક વીચારશીલ નાગરીકે કર્યું હતું. સપ્તાહમાં એક દીવસ ટેલીફોનને હાથ ન લગાડવાનો સંકલ્પ પણ માનસીક શાંતી પ્રાપ્ત કરવામાં ઉપકારક બની શકે એવું લાગે છે.
(ડૉ. શશીકાંત શાહ – પ્રૉફેસર અને અધ્યક્ષઃ વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટી, સુરત. ફોન નં.(ઘર)–૦૨૬૧ ૨૭૭૬૦૧૧. પ્રસ્તુત લેખ લેખકના પુસ્તક ‘ક્ષીતીજ’ પ્રકાશકઃ કુમુદ શાહ; પ્રથમ આવૃત્તીઃમાર્ચ–૨૦૦૮; પૃષ્ઠસંખ્યાઃ ૧૬૪; કીંમતઃ રૂ. ૧૨૦ માંથી સાભાર)

હળવો..સરસ મઝાનો લેખ. આપણા સૌનો અનુભવ છે જ કે, આરામના સમયે કે આપણી વ્યસ્તતામાં ક્યારેક ટેલીફોન આપણા માટે ખલેલરુપ બની જાય છે. શાહ સાહેબની શૈલી ગમી.
સપ્તાહમાં એક દિવસ મોબાઈલનો ઉપયોગ બંધ રાખવાનું શરૂ કરવાનું સુચન કેવું લાગશે ?
જોકે તેની સામે… હવે તો શની-રવીના દિવસો માટે અલગ મોબાઈલ રાખતા લોકો પણ ભારતમાં જોવા મળે છે.
છટકબારી કાયમ મળી જ રહે !!!!
મને તો આ લેખ બહુ જ ગમ્યો. હું ટેલીફોન કરતો જ નથી, એવી ઘણા સગા અને મીત્રોની ફરીયાદ હોય છે. હવે કહેવાશે કે, આ તો ડોક્ટર સાહેબની સલાહ છે, માટે !!!
રાત્રે ૧૦ થી સવારે ૬ સેલફોન – બંધ ત્રણ મહિનાથી રાખું છુ … કોઇ તકલીફ તો નથી જ પડી. તાજેતરમાં જ એક વ્યાવસાયિક પ્રવાસ દરમ્યાન સેલફોન ભૂલી ગયો હતો. તેની મેમરીના નંબરો ઉતારવાની કાળજી નહોતી લીધી. બોલો.. મારા શુ હાલ થયા હશે ? ….. સાહેબ, જલ્સા કર્યા !! ઘરના સભ્યોને લેન્ડલાઇન પરથી સૂચના આપી દીધી કે ફોનને સ્વીચ ઓફ કરી દો જેથી મારી ભૂલનો દંડ તેમણે ભરવો ન પડે. આફટરઓલ, ટેકનોલોજી આપણા માટે છે, આપણે ટેકનોલોજી માટે નહીં. ખરુને ?
Good Article.
Good Presentation
Hello,
Fentastic article on Telephone. Really in this fast life it is very essenciale to stop use tel/mobile one day in month.
especially i like your article bcoz after 7:00 every day i m not receiveing my mobile phone since last 7 yrs.
Once again i would like to say your this idea and article simply great.
Rajesh Karia
A nice article!
nice one. liked it.
urvish kothari
http://www.urvishkothari-gujarati.blogspot.com
Respected Sir,
like the article. Abhinandan !!
my mobile is almost off, when i want to use it will be on, that’s reality.
regards,
Dr.Sudhir Shah na Jai Shree Krishn
If you wants to read the real article on ” Divine Guru “- please visit http://www.zero2dot.org