પુનમ જ્યારથી કામ કરવા આવી ત્યારથી, અમારા ઘરની રોનક બદલાઈ ગઈ. યાદ આવ્યા તેના બચપણના દીવસો, જયારે એ અમારા ઘર સહીત કેટલાંયે ઘરોમાં માગતી ફરતી હતી. માગી–તાગીને જ પેટ ભરતી. મારી પત્ની તેને કાંઈક ને કાંઈક આપતી. મને કહેતી, ‘એનો માસુમ ચહેરો જોઈ મને એને આપવાનો ઉમળકો થઈ આવે છે.’
હું એની ભાવુકતા જોઈ હસતો. કયારેક પત્ની અંદર હોય અને પુનમ આવી હોય તો કહેતો, ‘લે, આવી તારી લેણદાર !’
પત્નીને ગમતું નહીં. એ મને ઠપકો આપતી, ‘કોઈને માગણદાર ને લેણદાર કહીને એની ઠેકડી ન ઉડાવો. તમને ખબર નથી, બીચારી મા–બાપ વીનાની છોકરી છે. નાની પાસે રહે છે અને માગી–ભીખીને પેટ ભરે છે.’
બે–ચાર વરસ વીત્યાં. પુનમ મોટી થતી ગઈ. હવે તે મોટો કોથળો લઈને પ્લાસ્ટીક, કાગળ વગેરે ભરતી. કયારેક અમારા ઘરે ડોકીયું કરી જતી. પત્ની એનામાં રસ લેતી, એની સાથે બે વાત કરતી.
હવે અમારી ઉંમર વધતી ચાલી. પત્નીને શ્વાસની તકલીફ શરુ થઈ. માંડ–માંડ ઘરમાં કામ કરતી. મને ઘુંટણનો દુખાવો અને બ્લડપ્રેશર. થોડી કરોડરજજુના મણકાનીયે તકલીફ. નીચું નમાય નહીં, કોઈ વસ્તુ ઉપાડાય નહીં.
ઘરમાં અમે બે જ જણ. દીકરી સાસરેથી આવે, ત્યારે એ અને એનાં છોકરાંવથી ઘર હર્યું–ભર્યું લાગે. પણ દીકરી કેટલા દીવસ રહે ? બે–પાંચ દીવસમાં જતી રહે એટલે બુઢ્ઢો–બુઢ્ઢી અમે બે ફરી એકલાં !
દીકરો અમેરીકા ભણવા ગયેલો.. પણ પછી ત્યાં બે વરસ વધુ રહી ગયો. હવે અમે એને લખ્યું કે તું અહીં આવી જા અને લગ્ન કરી લે, એટલે અમારી એકલતા મટે. પરંતુ એ કાંઈ ને કાંઈ બહાનાં બતાવતો રહ્યો. એકાદ વરસ પછી તો એણે અમને લખી દીધું, ‘હું તો અહીં જ રહેવાનો અને અહીં જ પરણવાનો. તમે મારી ચીંતા ન કરતા.’
અમે ભાંગી પડયાં. અમે તારી ચીંતા ન કરીએ, પણ તું તો અમારી કરે ને ! પણ કોને કહેવું ? અને અમારે જીવવું શી રીતે ? એવોયે વીચાર આવી ગયો કે કોઈક વૃદ્ધાશ્રમમાં જઈને રહીએ. ત્યાં આપણા જેવાં સમદુખીયાંઓ વચ્ચે જીવી જવાશે. પણ ઘર છોડવાનું મન માનતું નહોતું. અમે ભારે નીરાશામાં ડુબી ગયાં. પહેલી વાર સમજાયું કે પૈસો કાંઈ બધાં દુઃખનો ઈલાજ નથી બની શકતો. અને લોહીની સગાઈ પણ કાંઈ કામ નથી આવતી.
એવી પળોમાં પત્નીએ એક વાર કહ્યું, ‘પુનમને ઘરકામ માટે બોલાવીએ તો ?’
‘કોણ ? પેલી તારી લેણદાર ?’
‘તમેય શું ? હવે એ માગતી–ભીખતી નથી, મહેનત કરીને કમાય છે. મોટી થઈ ગઈ છે. આપણને ટેકો થશે.’
અને પત્ની તેને શોધતી રહી. એક દીવસ કાગળ–પ્લાસ્ટીક વીણતી મળી ગઈ. પત્નીએ પુછયું, ‘આના કરતાં તું ઘરકામ કરે તો ?’
‘હું ? મને કોણ રાખે ઘરકામ કરવા ?’
‘હું રાખીશ. અને તને પગાર પણ આપીશું, ખાવાનું આપીશું.’
પુનમ ખુશ–ખુશ થતી પગે પડી. ‘હું કાલથી કામ પર આવી જઈશ..’
બીજે દીવસે એ આવી. પત્નીએ તેને બધાં કામ સમજાવ્યાં. તેને આવાં કામોની આદત તો નહોતી, પણ ભારે ઉત્સાહી છોકરી. થોડા દીવસમાં બધું શીખી ગઈ. ઘર ચોખ્ખું ચટ રાખે. ચીજવસ્તુ બધી યથાસ્થાને રહે તેની કાળજી રાખે. ધીરેધીરે રસોડામાંથીયે પત્નીને હાથવાટકો થઈ ગઈ. ઘણી બાબતમાં મારીયે હાથલાકડી. ‘બાબુજી, દવા લીધી ?….બાબુજી, તમારે કાંઈ નહીં ઉપાડવાનું. દાકતરે ના કહી છે ને !….’
કામમાં લગીરે આળસ નહીં. હસતી–હસતી બધાંયે કામ કરતી રહે. અને હાથની ચોખ્ખી. શરુ–શરુમાં અમને હતું કે સજાગ રહેવું, કયાંક ચોરી–બોરીની ટેવ હોય તો ! પણ પછી અમને જ મનમાંઆવી શંકા લાવવા બદલ શરમ આવી. ભલે માગી–ભીખીને અને પ્લાસ્ટીક–કાગળ વીણીને મોટી થઈ હોય; પણ પ્રામાણીક હતી, સંસ્કારી હતી.
અમારા બેમાંથી કોઈની તબીયત નરમ હોય, તો પુનમ હાંફળી–ફાંફળી થઈ જતી. …..શું કરું ?……કેવી રીતે મદદ કરું ?……દાક્તર આવે ત્યારે દાક્તરે દીધેલ બધી સુચના ધ્યાનથી સાંભળે અને પછી અમને યાદ દેવડાવે.
અમને થતું આપણે કેવા નસીબદાર ! પોતાનાં પરાયાં થયાં, ત્યારે આવી એક પારકીને પોતીકી કરી દીધી ! હું મનોમન વીચારતો કે કેવી હશે આ જનમોજનમની લેણદેણ !
વચ્ચે મારી તબીયત જરીક વધારે બગડી. બી.પી. બહુ વધી ગયું. મણકાની તકલીફ પણ ઉભરી આવી. ત્યારે પુનમ મારું કેટલું બધું ઝીણું–ઝીણું ધ્યાન રાખતી ! એક વાર હું ખાટલામાંથી નીચા વળી કોઈક ચીજ લેવા કોશીષ કરી રહ્યો હતો. પુનમ ઝાડુ વાળી રહી હતી. તેણે જોયું, અને બોલી ઉઠી, ‘બાબુજી, આ શું કરો છો ?’ કામ પડતું મુકી એકદમ દોડી આવી. ‘મને બોલાવવી જોઈએ ને !’
હું ગદ્ગદીત થઈ ગયો. સજળ નેત્રે એને જોઈ રહ્યો. મૃદુ સ્વરે એણે પુછ્યું, ‘આમ શું જોઈ રહ્યા છો, બાબુજી ?’
‘હું જોઉં છું કે……..કે તું મારી કોણ છે ?’
હું….હું…..હું તમારી લેણદાર !’ – કાનમાં કહેતી હોય તેમ મંદ સ્વરે એ બોલી. મારી આંખો ઉભરાઈ આવી. મેં એને પાસે લઈ એનું માથું ચુમ્યું.
– ‘હરીશ્ચંદ્ર’
(શ્રી મહેશચંદ્ર જોશીની હીંદી વાર્તાને આધારે તા. 01-04-2008ના ‘ભુમીપુત્ર’માંથી સાભાર.)

સરસ વાર્તા…આશા રાખું કે આવી જ સરસ મઝાની રચનાઓ આ બ્લોગ પર વાંચવા–માણવા મળે.
વહાલા ભાઈ વીજેશ,
બ્લોગજગતમાં તમારું ઉમળકાભેર ભાવભીનું સ્વાગત છે. તમને ખુબ અભીનંદન.. પહેલી પોસ્ટની તમારી પસંદગી જ તમારી રુચીની ગવાહી આપે છે. આશા છે સૌ વાચકોને ગમશે અને બહેતર જીંદગી, બહેતર સમાજ રચવા માટે પ્રેરક બનશે.
વાર્તા બહુ જ સરસ છે. પ્રેરણાદાયી છે અને વળી કેવી સરળતા અને સહજતાથી કહેવાઈ છે !
આવો જ એક પ્રેરણાદાયી પ્રસંગ ‘અજમાવવા જેવી વાત’ ૧લી ઓગસ્ટના ‘નયા માર્ગ’ના અંકના પાન ૩૫ ઉપર હરનીશ જાનીનો છપાયો છે. http://nayaamaarg.googlepages.com/homepage સમય મળ્યે જો જો..
ફરી દીલથી સ્વાગત અને અભીનંદન..
..ઉત્તમ અને મધુ.. સુરત..
uttamgajjar@hotmail.com
Really nice story… Hope to see more stories like this.
સુંદર વાર્તા
હરીશ્ચંદ્ર એટલે સર્વોદયની ધૂણી ધખાવી આદિવાસીઓ વચ્ચે સેવા આપતા કાન્તાબેન અને હરવિલાસબેન.તેમનું સાહીત્ય સમાજઓપયોગી અને સંસ્કારી…અનુવાદો પણ તેવી જ કૃતિનાં
તમારી શરુઆત સુંદર …સુબહ કા આલમ ક્યા હોગા?
બાર વર્ષથી બેવતન છું તેથી કોઈ માહિતી દોષ હોય તો જણાવશો
A beautiful story. welcome to “Gujarati blog world”
Please accept my heartily congratulation.
वीजेशे गुजराती ब्लॉग-वीश्वना आभमां लखलखती वीज चमकावी अने नामने सार्थक कर्युं! स्वागत अने हार्दीक अभीनन्दन!
डॉ॰ नीशीथ ध्रुव
વીજેશભાઇ બ્લોગ-વીશવમા સ્વાગત છે. આ લેખ મુક્યો તો કરો પ્ણ સાથે આ કમેંટસ જોઇ જવા વીનંતી.
http://jjkishor.wordpress.com/2008/07/10/padysvarupkruti/#comments
અનામી મીત્ર,
તમે એ બાબતે નીશ્ચંત રહેજો કે અહીં મુકાતી કૃતી બાબતે અગાઉથી સર્જક સાથે (તમે મોઘમ સેવેલી શંકા બાબતે) સ્પષ્ટતા કરી, તેમની મંજુરી મેળવી પછી જ પ્રગટ કરાય છે. આપે સન્ડે ઈ મહેફીલના અંકો જોયા હશે.
વીણેલાં ફુલ . મને બહુ જ ગમતી લઘુકથાઓ.
પુસ્તક પરીચય -
http://sureshbjani.wordpress.com/2007/05/28/vinela_ful/
વીણેલાં, આ મજાનાં મોતી માટે તમને ધન્યવાદ !!
wonderful story , we need writer like u , i think people who
can read gujarati , they will benefit , thank u very much.
aabhar wyakatt karun chhu.
comment by :
chandra
Really,Touching story.now a days this is reality.i think this story was written years back & now this becomes reality.
Very good story, let us have some more…need gujarati reading these days. Thanks for the story
boj saras story chhe
mane love story ao ane aavi story ao vachvi bo game chhe
tame mane aava blog mail karta rehjo aevi aasha rakhu chhu
i like this stroy
plz send me more story blog