ગીરા ગુર્જરીના ઉપાસકો અને વાચકો,
મારા પ્રથમ બ્લોગ ‘વીચાર–વંદના’ માં આપનું હાર્દીક સ્વાગત કરું છું.
હું નથી લેખક કે નથી કવી. પરંતુ સાહીત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર લેખકો અને કવીઓની કૃતીઓને વાંચીને, એક ભાવક તરીકે તેને બીરદાવી તો શકું છું.. ‘સન્ડે–ઈ–મહેફીલ’ના કેટલાક લેખોનું અક્ષરાંકન કરવાનો સુવર્ણ અવસર સાંપડયો ત્યારે એક દીશા મળી. મને થયું કે હું જે કંઈ વાંચું છું તેમાંથી જે મને શ્રેષ્ઠ લાગે એ હું એકલો જ જાણું, માણું અને બીરદાવું એ તો નર્યું સ્વકેન્દ્રીપણું છે. મને લાગતી શ્રેષ્ઠ કૃતીઓ, સાહીત્યમાં રુચી રાખનાર ભાવકો સામે મુકી એમને પણ મારે આ આનંદમાં સહભાગી બનાવવા જોઈએ.
કવીઓ – લેખકો નીજાનંદ માટે પોતાની કૃતીઓ સર્જતા હોય છે. આમ છતાં એ વાતેય હકીકત છે કે સર્જકો અને ભાવકો એકબીજા સાથે અવીનાભાવે સંકળાયેલા છે. સર્જકોની કૃતીઓનું આંતરીક સૌંદર્ય માણી શકે તેવા ગુણીજનો મળે ત્યારે જ આ કૃતીઓ સાર્થક થાય. ‘વીચાર–વંદના’ – બ્લોગ શરુ કરવા પાછળનો એક માત્ર ઉદ્દેશ, સાહીત્યકારોની મને ગમેલી કૃતીઓ બ્લોગ પર મુકી, તેઓના વીચારોને વંદન કરી, દેવી સરસ્વતી અને ગીરા ગુર્જરીની સેવા કરવાનો છે.
આશા રાખું છું કે વાચકો આ કૃતીઓને વાંચી, ભરપુર આનંદ માણીને બીરદાવશે.
– વીજેશ કે. શુકલ
vijvan302@gmail.com
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
પ્રાસ્તાવીક
August 5, 2008 by vijeshshukla
Posted in Uncategorized | 6 Comments
6 Responses
Leave a Reply
-
Blog Stats
- 2,719 hits
- અહીં રજુ કરેલ કૃતીઓના કોપીરાઈટ્સ-હક્કો જે તે સર્જકના પોતાના છે. આ બ્લોગ પર જે જે સર્જકોની જે જે કૃતીઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઈના પણ કોપીરાઈટ્સ–હક્કોનો ભંગ થયેલો કોઈને પણ લાગે અને મને જાણ કરશે તો, તે કૃતીને સત્વરે અહીંથી હટાવી લઈશ. પણ મને વીશ્વાસ છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના પનોતા વારસદારો, વીશ્વભરમાં પથરાયેલા ગુર્જરગીરાનાં રસીક–ભાવક સંતાનોમાં ભાષાસાહીત્ય–પ્રેમ કેળવવાના આ નીઃસ્વાર્થ અને નીઃશુલ્ક પ્રયાસોને દીલથી દાદ દેશે અને હૃદયપુર્વક ટેકો કરી વધાવશે. સંપર્કઃ vijvan302@gmail.com
-
Recent Posts
Categories
-
Recent Comments
- Devang Vibhakar on ગઝલ–સુધીર પટેલ
- vishal ahir on મારા ભાઈ– શરીફા વીજળીવાળા (ભાગઃ૧)
- jitesh DALWALA on ભૌતીક સુખો–દીનેશ પાંચાલ
- Kirtikant Purohit on મારા વીશે
- jitesh dalwala on મારા વીશે
-
Flickr Photos

More Photos
ગુજરાતી બ્લોગ જગતમાં તમારું ભાવભીનું સ્વાગત છે.
વહાલા ભાઈ વીજેશ,
બ્લોગજગતમાં તમારું ઉમળકાભેર અને ભાવભીનું સ્વાગત છે. તમને ખુબ અભીનંદન.. પ્રાસ્તાવીકમાં તમે વ્યક્ત કરેલી ભાવના બહુ ઉમદા છે. તે ફળો તેવી અમારી શુભેચ્છાઓ અને શુભાશીષ..
નેટજગતમાં તમારું દીલથી સ્વાગત અને અભીનંદન..
..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com
આ જગતમાં તમે ભલે બીજાની કૃતીઓ લઈને આવ્યા, પણ એ તો સૌ કરતાંય જુદું ( હટકે !) કામ છે. આ વીચારદોહન તમારા માટે જ નહીં, સૌ વાચકો માટેય વંદનાનું સ્થાન બની રહશે તેવી આશા છે.
ધન્યવાદ અને સ્વાગતમ્ !!
બ્લોગ જગતમાં તમારું ભાવભીનું સ્વાગત છે.
ખૂબ ખૂબ અભિનંદન
અને
શુભકામનાઓ.
.. ઘણા મિત્રોની મદદથી મોટી ઊંમરે મેં પણ બ્લોગ શરુ કર્યો છે.
તમે પણ પધારશો.અમુલ્ય પ્રતિભાવ આપશો
niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક
*http://niravrave.wordpress.com/
બહુ જ સરસ પ્રયત્ન . મારી હાર્દીક શુભેચ્છા અને આશીષ.
Dear Vijeshbhai,
Congratulations and wish you all the best.
Welcome on the Gujarati Blog world!
Sudhir Patel.